Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:બાળકીનાં શરીરની ઉપર અને અંદરનાં હિસ્સાઓમાં આશરે ૮૬  સ્થળો પર ઇજાનાં નિશાન મળ્યા:દુષ્કર્મની આશંકા

  • April 15, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:ગુજરાતનાં સુરતમાં એક ૧૧ વર્ષીય માસુમ બાળકીની ક્રુરતા પુર્વક હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે બાળકીની હત્યા રેપ બાદ કરવામાં આવી હતી.ગત્ત ૮ દિવસથી પોલીસ હત્યાનો આ કેસ ઉકેલવાનાં પ્રયાસો કરી રહી છે.પોલીસે શહેરમાં પોસ્ટર લગાવીને આ કેસમાં સંબંધિત માહિતી આપનારને ૨૦ હજારની રોકડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.ઘટના ૬ એપ્રીલ ૨૦૧૮ની છે.તે દિવસ સવારનાં સમયે પાંડેસર પોલીસ સ્ટેશનમાં માહિતી મળી કે ક્રિકેટ મેદાન નજીક એક બાળકી લાશ પડેલી છે. પોલીસનો કાફલો ઘટના પર જઇ પહોંચ્યો.પોલીસ લાશની આસપાસ બારીકીથી તપાસ કરી હતી. પરંતુ ઘટનાનો કોઇ જ સુરાગ નથી મળી શકી.ત્યાર બાદ પોલીસે બાળકીનાં દેહને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યું છે.જો કે ૮ દિવસ વિતિ જવા છતા પોલીસે મૃતક બાળકીની ઓળખ નહોતી કરી શકી. તેની હત્યા કોણે અને કેમ કરી.હાલ આ સવાલોનાં જવાબ પણ મળવાનો બાકી છે.સુરત પોલીસ મૃતક બાળકીનાં પરિવાર અને તેનાં હત્યારાઓ સુધી પહોંચાડવા માટેનાં દરેક પ્રયાસો કરી રહ્યા છે.પોલીસે મૃતક બાળકી અને તેનાં હત્યારાઓ સાથે જોડાયેલી માહિતી આપનારા ૨૦ હજારનાં ઇનામની જાહેરાત પણ કરી છે.તપાસ અધિકારીઓ કેબી ઝાલાનાં અનુસાર,બાળકીની હત્યા ગળું અને મોઢુ દબાવીને કરવામાં આવી છે.મૃતક બાળકીની લાશ પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે જણાવ્યુ કે,બાળકીની સાથે બળાત્કાર કરવાની આશંકાને જોતા સેમ્પલ લઇને એફએસએલ મોકલવામાં આવી છે.સવા ચાર કલાક સુધી ચાલેલા આ પોસ્ટમોર્ટરમ દરમિયાન બાળકીનાં શરીર પર અલગ અલગ સમયે બનેલ ઇજાનાં નિશાન મળ્યા છે તેની તપાસ ચાલી રહી છે.બાળકીનાં શરીરની ઉપર અને અંદરનાં હિસ્સાઓમાં આશરે ૮૬  સ્થળો પર ઇજાનાં નિશાન મળ્યા છે.બાળકીનાં શરીર પર મળેલા ઇજાને જોતા પોલીસને આશંકા છે કે તેની સાથે બળાત્કાર થયો હશે.જો કે હાલ ફોરેન્સીક રિપોર્ટ આવવાની બાકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application