નવી દિલ્હી:પુલવામાં ત્રાસવાદી હુમલામાં ૪૦ જવાનોની શહીદી બાદ દેશભરમાં આક્રોશ અને ક્રોધ જોવા મળ્યો રહ્યો છે,જમ્મુથી માંડીને યુપી,પશ્ચિમબંગાળ,ગુજરાત,બિહાર અને મહારાષ્ટ્રમાં લોકોએ પાકિસ્તાન વિરૂધ્ધ પ્રદર્શન કર્યુ,સાથે જ બદલો લેવાની માંગ કરી છે,પુલવામાં ત્રાસવાદી હુમલા વિરૂધ્ધ કાશ્મીર ઘાટીમાં વ્યાપક પ્રદર્શનો અને હિંસાની છુટક ઘટનાઓ બાદ ગઇકાલે જમ્મુ શહેરમાં કફર્યુ લગાવી દેવામાં આવ્યો છે.અધિકારીઓએ જણાવ્યું કે,સેનાએ લોકોને કાયદો વ્યવસ્થા બનાવી રાખવામાં પ્રશાસનની મદદ કરવાનો અનુરોધ કર્યો અને ફલેગ માર્ચ કરી.જમ્મુમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી.શહેરમાં બંધ દરમ્યાન પ્રદર્શનકારીઓએ અનેક વાહનો સળગાવ્યા પોલીસને અનેક જગ્યાએ લાઠીચાર્જ કરવો પડયો. આતંકી હુમલા વિરૂધ્ધ પશ્ચિમ બંગાળાના વિવિધ ભાગોમાં રેલીઓ કાઢવામાં આવી અને માનવ શૃંખલાઓ બનાવીને વિરોધ વ્યકત કરવામાં આવ્યો.દરેક રાજનૈતિક પક્ષોએ પુલવાના હુમલાની નીંદા કરી અને શોકસભાઓ અને વિરોધ માર્ચ કાઢવામાં આવી.ઉત્તરપ્રદેશના લખનૌ સહિત અનેક સ્થળો પર રાજનૈતિક દળો અને સંગઠનોના કેન્ડલ માર્ચ કાઢીને શહીદોને યાદ કર્યા.આ દરમ્યાન પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી અને કેન્ડલ લાઇટ માર્ચ કાઢવામાં આવી.પાકના ઝંડા સળગાવાયા અને પાક વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી.પુલવાના આતંકી હુમલાનો બિહારમાં પણ ભારે વિરોધ થયો છે.ગામડા અને આસપાસના વિસ્તારોનાં હાથમાં બેનરો લઇને સરઘસ કાઢયા.પાકિસ્તાન મુર્દાબાદ નારા લગાવ્યા.ગુજરાત કોંગ્રેસે હુમલાના વિરોધમાં સાબરમતી આશ્રમ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરાયુ અને આ દરમ્યાન શહીદ જવાનોને શ્રધ્ધાજંલી આપી.વિશ્વહિંદુ પરીષદ અને બજરંગદળે પણ રાજયના અનેક ભાગોમાં પ્રદર્શન કર્યુ. પંજાબ-હરિયાણામાં પણ અનેક સ્થળોએ રેલીઓ યોજાઇ અને મહારાષ્ટ્રમાં પણ હુમલાના વિરોધમાં અનેક પ્રદર્શનો થયા અને પાક.ના ઝંડાઓ સળગાવ્યા,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application