તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવાની અધ્યક્ષતામાં બાબસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિની સામાજીક ન્યાય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સાંસદ પ્રભુભાઇ વસાવાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરે નૂતન ભારતના ઘડતરમાં આપેલા યોગદાન અંગે વિગતે છણાવટ કરી આવનારી પેઢીઓને ડૉ. બાબાસાહેબના જીવન અને યોગદાન અંગે જાણકારી મળી રહે એ માટે સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી તેમણે સામાજીક એકતા અને સમરસતા થકી ડૉ. બાબાસાહેબના સ્વપ્નના ભારત નિર્માણની હાકલ કરી હતી. તેમણે ભારત સરકાર દ્વારા તા. ૧૪મી, એપ્રીલથી શરૂ કરવામાં આવેલા ગ્રામ સ્વરાજ અભિયાન અંગે પણ વિગતે માહિતી આપી હતી. વ્યારાના ધારાસભ્ય પુનાભાઇ ગામીતે બંધારણના ઘડવૈયા બાબાસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, બંધારણમાં નિર્દેશ બંધારણીય અધિકારો સૌને મળવા જોઇએ એમ ઉમેરી તેમણે સૌને સાથે મળી સુમેળથી રહેવા આગ્રહ કર્યો હતો. વ્યારા નગરપાલિકાના પ્રમુખે પણ ડૉ. બાબાસાહેબ આંબેડકર કોઇ એક સમાજ પુરતા સીમીત નથી, દેશને સાચી દિશા મળે એવા એમના વિચારોથી દેશમાં પરિવર્તન આવી રહ્યું છે એમ જણાવી તેમણે ઉંચ નીચ જાત પાતના ભેદભાવો સમાજ માંથી દુર થવા જોઇએ એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સુરેશભાઇ સાળવે લિખિત માનવતાના પ્રહરી-ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તકનું મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં સયાજી ગ્રાઉન્ડથી ડૉ. આંબેડકરની પ્રતિમા સુધી એક રેલી યોજવામાં આવી હતી. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ફુલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રને સમતા સૈનિક દળ અને એસ.સી, એસ.ટી અને ઓ.બી.સી એકતા મંચે પુરેપુરો સહયોગ સાંપડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application