Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગરીબ મજુરોને મોટી ભેટ:૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન મળશે

  • February 01, 2019 

નવીદિલ્હી:લોકસભા ચૂંટણી પહેલાના પોતાના છેલ્લા બજેટમાં મોદી સરકારે ગરીબ મજુરોને મોટી ભેટ આપી છે.નાણામંત્રી પિયુષ ગોયલે ૨૦૧૯ના બજેટમાં અસંગઠિત ક્ષેત્રના મજુરો માટે મેગા પેન્શન યોજનાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી શ્રમયોગી મનધન યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહયું કે,૧૦૦ રૂપિયાના માસિક યોગદાન પર મજુરોને ૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન મળશે.આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના ૧૦ કરોડ મજુરોને રીટાયરમેન્ટ પછી એમ લઘુતમ પેન્શનની ગેરંટી અપાશે.આ સ્કીમનો લાભ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા એવા મજુરોને મળશે.જેની માસિક આવક ૧૫ હજારથી ઓછી હોય.સરકારના આ પગલાથી ઘરકામ કરતી કામવાળીઓ,ડ્રાઇવરો,પ્લંબર,વીજળીનું કામ કરતા કારીગરોને ફાયદો મળશે.પિયુષ ગોયલે બજેટ રજુ કરતા લોકસભામાં કહ્યું કે,આ યોજનાથી ૧૦ કરોડ લોકોને લાભ મળશે અને આવતા પાંચ વર્ષોમાં અસંગઠિત ક્ષેત્ર માટે તે દુનિયાની સૌથી મોટી પેન્શન યોજના બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application