નવી દિલ્હી:ચૂંટણી વર્ષમાં યુનિયન બજેટથી સરકારના પ્રયત્નો દરેક વર્ગોને ભેટ આપીને ખુશ કરવાની છે. ખેડૂતો માટે આ બજેટમાં અનેક મોટા એલાનોની ઘોષણા વ્યકત કરવામાં આવી હતી.કાર્યકારી નાણામંત્રી પીયુષ ગોયેલ ખેડૂતોને નિરાશ ન કર્યા.તેના માટે અનેક મોટા એલાનો કર્યા છે.નારાજ ખેડૂતોને રાજી કરવા ૭૫ હજાર કરોડના પેકેજનું એલાન કરાયું.૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બેગણી કરવાની મોદી સરકારની લક્ષ્ય છે.ખેડૂતો માટે કિશાન વિકાસ સમ્માન યોજના મળશે.નાના ખેડૂતો જેની પાસે ૨ હેકટર સુધી જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં દર વર્ષે ૬ હજાર રૂપિયા જમા કરાવાશે. જે ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં પૈસા જમા થશે.પ્રથમ રૂા.૨,૦૦૦/- નો પ્રથમ હપ્તો ટુંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે.નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને ન્યુનત્તમ રકમ મળી શકે તેના માટે વડાપ્રધાન કિસાન સમ્માન ભંડોળ આપવામાં આવશે.ત્રણ રાજ્યોમાં મળેલી વિધાનસભા ચુંટણી હાર બાદ આશા સેવાઇ રહી છે કે,ખેડૂતોને ખાસ ભેટ આપીને મોદી સરકાર રાજી કરશે.નાણામંત્રીએ આ યોજના અંગે જાણકારી આપીને કહ્યું કે, આ યોજનાથી ૧૨ કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને લાભ મળશે.અંદાજે તેના પર૭૫ હજાર કરોડ ખર્ચાશે.ગોયલે કહ્યું, ખેડૂતોના કલ્યાણ અને તેની આવક બે ગણી કરવા માટે અમારી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો.૨૨ મહત્વપૂર્ણ પાકનું ન્યુનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) ૧.૫ ગણી વધારવાનો નિર્ણય લીધો.કાર્યવાહક નાણામંત્રી પીયુષ ગોયલે વચગાળાના બજેટ ૨૦૧૯માં ગાયો માટે કામધેનુ યોજના શરૂ કરવામાં આવશે. વધુમાં ઉમેર્યું કે,સરકાર કામધેનુ યોજનાની શરૂઆત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application