નવી દિલ્હી:નાણામંત્રી પીયુષ ગોયલે વચગાળાના બજેટ ૨૦૧૯માં ગાયો માટે કામધેનુ યોજના શરૂ કરવામાં આવશે.વધુમાં ઉમેર્યું હતું કે,સરકાર કામધેનુ યોજનાની શરૂઆત કરશે.ગૌમાતાના સમ્માનમાં અને ગૌમાતા માટે આ સરકાર પાછળ હટશે નહિ.સાથે જ તેઓએ કહ્યું કે,રાષ્ટ્રીય કામધેનુ આયોગ નિર્માણ કરવામાં આવશે.રાષ્ટ્રીય ગોકુળ આયોગ નિર્માણ કરાશે અને કામધેનુ યોજના પર ૭૫૦ કરોડ ખર્ચાશે. ગોયલે જણાવ્યું હતું કે,અમારી સરકાર ગાય માતા માટે ક્યારેય પાછળ નથી હટ્યું.પીયૂષ ગોયલે જણાવ્યું કે, ગૌમાતાની સેવા અને સન્માન માટે આ સરકાર જરૂરી પગલા ભરશે.૨ ટકા વ્યાજની છૂટ એનિમલ હસબન્ડરી અને ફિશરીઝ ક્ષેત્રને આપવામાં આવશે.આ ઉપરાંત પશુપાલકો-મત્સ્ય ઉદ્યોગો માટે લોન વ્યાજદરમાં ૨ ટકાની છૂટ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application