નવી દિલ્હી:રેલવે તંત્રએ દેશમાંથી તમામ માનવરહિત રેલવે ક્રોસિંગને ખત્મ કરવાનો દાવો આ વર્ષની શરૂઆતમાં જ કરી દીધો હતો.પરંતુ બસ એક ક્રોસિંગ ઇલાહાબાદ મંડળમાં બાકી હતો.તેને પણ ૩૧મી જાન્યુઆરીના રોજ ખત્મ કરી દેવામાં આવ્યો અને તેની યાદમાં ત્યાં એક પથ્થર મૂકાયો છે.રેલવેના ઇલહાબાદ મંડળની તરફથી લગાવામાં આવેલા આ પથ્થર પર લખ્યું છે,૩૧-૦૧-૨૦૧૯ના રોજ ઇલહાબાદ મંડળના ચુનાર-ચોપાન રેલખંડના માનવરહિત રેલખંડ સં.૨૮-સી ને બંધ કરાયો.આ ભારતીય રેલના બ્રોડગેજ તંત્રના એ ૪૬૦૫ સમપારો માંથી અંતિમ માનવરહિત સમપાર છે,જે ભારતીય રેલવે એ પોતાના અથાગ પ્રયાસોની પાછળ ૧૫ મહિનામાં હટાવી દીધા છે.'૨૦૧૪-૨૦૧૫માં માનવરહિત ફાટકો પર વિભિન્ન ઘટનાઓમાં ૧૩૦ લોકો મોતને ભેટ્યા હતા.૨૦૧૫-૧૬માં આવા ફાટકોના લીધે ૫૮ લોકો અને ૨૦૧૬-૧૭માં ૪૦ લોકોના મોત થયા.૨૦૧૭-૨૦૧૮માં ૨૬ લોકો આવા ફાટકો પર પોતાના જીવ ગુમાવી બેઠા,જયારે પહેલી એપ્રિલ ૨૦૧૮થી ૧૫ ડિસેમ્બર,૨૦૧૮ સુધીમાં ૧૬ લોકોના મોત થયા હતા.તેમાં ૧૩ લોકો કુશીનગર અકસ્માતમાં મૃત્યુ પામેલા તેમાંથી મોટાભાગના બાળકો હતા.ગયા વર્ષે એપ્રિલમાં બનેલ કુશીનગર અકસ્માત બાદ જ રેલવે મંત્રી પિયૂષ ગોયલે તમામ માનવરહિત ફાટકોને ખત્મ કરવાની સમય મર્યાદા ૨૦૨૦થી ઘટીને સપ્ટેમ્બર,૨૦૧૯ કરી દેવામાં આવી હતી.એવો આખરી માનવ રહિત ફાટક ઉત્તર પ્રદેશના ઇલ્હાબાદ મંડળમાં જ બચ્યો હતો તેને સ્થાનિક લોકોના પ્રતિરોધના કારણે ખત્મ કરી શકાતો નહોતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application