તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના નારણપુર ગામ પાસે આવેલ બસ સ્ટેન્ડ નજીકથી બળજબરીથી હાથ પકડી રીક્ષામાં બેસાડી,બસમાં સુરત શહેર ખાતે લઈ જઈ યુવતીને રૂમમાં ગોંધી બળાત્કાર કરનાર શખ્સ,મદદ કરનાર પોલીસકર્મી સહિત ત્રણ જણા વિરૂધ્ધ ઉચ્છલ પોલીસ મથકે યુવતીની ફરિયાદને આધારે ગુન્હો દાખલ થયો છે.બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જેને લઈ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર ઉચ્છલના નારણપુર ગામ પાસે આવેલ બસસ્ટેન્ડ નજીકથી ગત તા.૨૬/૦૩/૨૦૧૮ નારોજ આશરે ૨:૦૦ કલાક ના અરસામાં મનીષ નહેરૂ વસાવા નાએ એક યુવતીને ધાકધમકી આપી બળજબરીથી હાથ પકડી રીક્ષામાં બેસાડી,ત્યારબાદ બસમાં સુરત શહેર ખાતે લઈ જઈ મનીષ વસાવાએ તેના કોઈ અજાણ્યા મિત્ર ના રૂમમાં યુવતીને ગોંધી રાખી હતી.અને યુવતીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક અવારનવાર શરીર સબંધ બાંધી બળાત્કાર કર્યો હતો.ત્યાર બાદ ત્યાંથી ઇડર ખાતે લઈ જઈ એક રૂમમાં આઠેક દિવસ સુધી ગોંધી રાખી જ્યાં પણ ધાકધમકી આપી યુવતીની મરજી વીરૂધ્ધ બળજબરી પૂર્વક અવારનવાર શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ બળાત્કાર કરનાર (૧)મનીષ નહેરૂ વસાવા રહે-નાના વાઘસેપા ગામ,ઉચ્છલ અને તેને મદદગારી કરનાર (૨)સંદીપ નામનો પોલીસ વાળો રહે-સોનગઢ,પોલીસ ક્વાર્ટસ રૂમ નંબર-૪૪ તથા (૩)એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ યુવતીએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.જેની ફરિયાદને આધારે પોલીસે ત્રણેય સામે ઈપીકો કલમ ૩૪૩,૩૫૪,૩૬૩,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી.આગળની વધુ તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિલા PSI એચ.વી.તડવી કરી રહ્યા છે.(ફાઈલ તસ્વીર)
high light-બળાત્કાર કરનાર શખ્સ,મદદ કરનાર પોલીસકર્મી સહિત ત્રણ સામે ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500