Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે યોજાશે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક 

  • April 12, 2018 

વનરાજ પવાર-તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લા પ્રવાસન સમિતિની એક અગત્યની બેઠક આજે એટલે કે તા.૧ર/૪/ર૦૧૮નાં રોજ સાંજે ૪ઃ૩૦ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાનાર છે. આ બેઠકમાં જિલ્લાના શબરીધામ સહિતના પ્રવાસન ધામોના વિકાસ માટેની ચર્ચા વિચારણા હાથ ધરાશે. બેઠકમાં વલસાડ-ડાંગના સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ સહિત ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુરાવ ચૌર્યા, ડાંગના ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા કલેક્ટર શ્રી બી.કે.કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી ડૉ.ધીરજ મિત્તલ અને અગિ્નશ્વર વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી શ્રી બી.એમ.ભાભોર, જિલ્લાના કાર્યપાલક ઇજનેરો સર્વશ્રી જીગ્નેશ પટેલ અને ગિરીશ પટેલ, પ્રવાસન નિગમના ઝોનલ એન્જિનિયર શ્રી ઓઝા, હોટલ એસોસિએશન-સાપુતારાના પ્રમુખ/મંત્રીશ્રી સહિતના સમિતિ સભ્યો ઉપસ્થિત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application