તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ ખાતે યુનિક વિદ્યાભવનના સંચાલકો દેશ ભક્તિ ની આડમાં પોતાના કાળા કરતૂતો છુપાવવા તિરંગા યાત્રા નો આશરો લઈ રહયા હોવાની ચર્ચા નગરમાં ટોક ઓફ ધ ટાઉન બનાવ પામી છે.એટલું નહિં હાઉસિંગ બોર્ડની જમીન પર કબજો જમાવી બેઠેલા ભુમાફિયાઓ પર તંત્રની રહેમ નજર હેઠળ જ સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ તાણી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.25મી જાન્યુઆરી નારોજ યુનિક વિદ્યાભવન થી 1107 ફૂટ લાંબા તિરંગા સાથે 1200 જેટલા માસૂમ વિદ્યાર્થીઓ તિરંગા યાત્રા સાથે નીકળશે,આ યાત્રા સ્કૂલ થઈ બસ સ્ટેન્ડ,જુનાગમ મેઈન રોડ,દેવજીપુરા થઈ જીઇબી ગરબા ગ્રાઉન્ડ પર તિરંગા યાત્રા પૂર્ણ થશે,જેને લઇ સ્કૂલનું બાંધકામ પણ ચર્ચામાં આવ્યું છે.ત્યારે જિલ્લા કલેકટર એન.કે.ડામોર તપાસના આદેશ આપે તો યુનિક વિદ્યાભવનના ટ્રસ્ટીઓ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે.ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કૌભાંડિયો સામે પગલાં લેવાય છેકે પછી ભીનું સંકેલાય છે.તે તો આવનારો સમય જ બતાવશે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application