તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના માર્કેટયાર્ડ માંથી સરકારી અનાજ ઘઉંના કટ્ટા ભરેલ એક ટ્રક ઝડપી પાડવામાં આવી છે,તાપી જીલ્લા પુરવઠા અધિકારીએ જીલ્લા કલેકટરની સુચનાને આધારે બ્લેક માર્કેટમાં સપ્લાય થતો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે,આ મામલે રૂપિયા 9.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.સુત્રો પાસેથી મળતી મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા કલેકટરની સુચનાને આધારે જીલ્લા પુરવઠા અધિકારીએ વ્યારાના માર્કેટયાર્ડ માંથી સરકારી અનાજ (ઘઉં) ભરેલ એક ટ્રક નંબર જીજે-19-ટી-2738 ઝડપી પાડી સમગ્ર મામલે ટ્રક ચાલક બિપીનભાઈ ગામીત રહે,આંબલી ગામ,નિશાળ ફળિયું-સોનગઢની પૂછપરછ હાથ ધરતા રોશનલાલ મારવાડી નામનો શખ્સ સરકારી અનાજ કાળા બજારમાં સપ્લાય કરતો હોવાની ચોંકવનારી માહિતી પ્રકાશમાં આવી છે,ઝડપાયેલી ટ્રક માંથી ઘઉંના કટ્ટા નંગ 348 જેની કીં.રૂ.આશરે 2.61 લાખ તેમજ ટ્રકની કિંમત રૂપિયા 7 લાખ મળી કુલ રૂ.9.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,પુરવઠા ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ વ્યારાના ખુશાલપુરા અને પાનવાડી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં ધામો નાખ્યો છે,અને અનાજના ગોડાઉનના ચોપડે અનાજનો કેટલો જથ્થો નોંધાયો છે ? અને કેટલો જથ્થો સપ્લાય થયો છે ? તે દિશામાં આગળની વધુ તપાસનો ધમધમાટ શરૂ થયો છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500