તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:કેવડિયા કોલોનીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે હવે સરકાર અહીં દેશના 33 રાજ્યોના ભવન બનાવવાની છે પરંતુ આ ભવન બનાવવામાં ગ્રામજનોની જમીન જતી રહેતા વિવાદ વંટોળાયો છે કેવડીયા ગામની પ્રજા જ્યા વિવિધ ભવનો બનવાના છે તેમાં ગ્રામજનોની જમીન જઇ રહી છે તેથી પોતાની જમીન બચાવવા આ ગામલોકોએ 4 વાર જમીન માપણી સર્વે વાળા અધિકારીઓને ધક્કે ચઢાવી ભગાડ્યા હતાં,પરંતુ ભારે વિરોધ વચ્ચે પણ હરિયાણા ભવનનું હરિયાણાના મુખ્ય મંત્રીના હસ્તે ખાતમહૂર્ત કરી દેવામાં આવ્યું છે.એક તરફ હરિયાણા ભવનનું ખાત મુહુર્ત ચાલતુ હતું.બીજી તરફ જમીન બચાવવા 6 ગામની પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલતુ હતું.મોટી સંખ્યામાં આદિવાસીઓએ એકઠા થઇ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે પણ સ્વબચાવ માટે હળવો લાઠી ચાર્જ કર્યો.જેથી ભારે નાશ ભાગ મચી હતી.રોષે ભરાયેલા ગ્રામજનોએ પ્રવાસીઓને પણ રોક્યા હતાં. તેથી પોલીસે 140 જેટલા ગ્રામજનોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application