તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ પોલીસ ખાતાના જવાનોએ કાગળો અને નંબર પ્લેટ વિનાની મોટર સાયકલ જમા કરતા ઉશ્કેરાઈ ગયેલા સરપંચના દીકરાએ “તમે મારૂ શું તોડી લેવાના” “ હું તમને જોઈ લઈશ” કહી “હું ગાડીમાં બેસી જાઉં છું” તેમ કહી આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું,જોતજોતામાં પોલીસ સ્ટેશનમાં ધસી આવેલું એક ટોળા માંથી કેટલાક લોકોએ પોલીસ ખાતાના માણસો સાથે ઝપાઝપી અને મારપીટ કરી હતી,
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ સરકારી કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓ અવારનવાર છેડતી થતી હોવાની ફરિયાદને આધારે ઉચ્છલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ કોલેજના ગેટ સામે એક ઇસમ મોટર સાયકલનું સ્ટેન્ડ ચઢાવી બેસેલ હોય અને કોલેજમાં આવતી જતી છોકરીઓને હાથને આંખના ઇશારેથી છેડતી કરતો હોય પોલીસ ખાતાના માણસોએ મેહુલ મનુભાઈ વસાવા નામના યુવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતા મામલો ગરમાયો હતો,મેહુલ વસાવા પાસે કોલેજનું આઈ કાર્ડ અને બાઈકના પેપરો માંગણી કરતા નહી હોવાનું જણાવેલ તેમજ મોટર સાયકલની નંબર પ્લેટ ન હોય જે બાબતે પૂછપરછ કરી રહેલી પોલીસ સામે મેહુલ ઉશ્કેરાઈ જઈ બોલવા લાગેલ કે,“હું સરપંચનો છોકરો છો” “તમે મારૂ શું તોડી લેવાના” “ હું તમને જોઈ લઈશ” “ગાડીમાં બેસી જાઉં છું” તેમ ધમકી આપતો હોય,પોલીસ દ્વારા મોટર સાયકલ ડીટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,અને મેહુલ વસાવાને પોલીસ સ્ટેશનનામાં બેસાડવામાં આવેલ વેળાએ મેહુલના પિતાજી મનુભાઈ ગેબુભાઈ વસાવા,માતા તથા કુંદન ફતેસિંગ વસાવા તથા મહિલાઓ અને અન્ય ઈસમો સાથે પોલીસ સ્ટેશનમાં આવી “મારા પુત્રને કેમ પોલીસ સ્ટેશનમાં લઇ આવેલ છો ? કોણ લઇ આવેલ છે ? તેવું જોરજોરથી બરાડા પાડી,બળજબરી કરતા હોય,બુમબરાડા પડવાની ના પાડતા પોલીસખાતાના માણસો સાથે બળજબરી અને ઝપાઝપી કરવા લાગેલ તે વખતે પોલીસ કોન્સટેબલ સુનીલભાઈને મેહુલભાઈ નાકની જમણી બાજુ નખોરીય મારી કોલર પકડી ટીશર્ટ પણ ફાડી નાંખી ઢીકામુક્કીમો માર મારેલ અને સાથેના પોલીસ જવાનો સાથે પણ ઝપાઝપી કરી હતી,પોલીસ માણસોની કાયદેસરની ફરજમાં અડચણ કરી,ગેરવર્તન કરવા લાગેલ અને ગાળો આપવા લાગેલ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપનાર મેહુલ મનુભાઈ વસાવા,મનુભાઈ ગેબુભાઈ વસાવા અને કુંદન ફતેસિંગ વસાવા તમામ રહે,છાપટી,તા.ઉચ્છલ નાઓ વિરુધ્ધ આઈપીસી કલમ 186,323,332,353,504,506(2)114 મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,બનાવના પગલે કેટલાક સ્થાનિક નેતાઓ કાર્યકર્તાઓ સાથે પોલીસ મથકે દોડી આવ્યા હતા,જેને લઇ રાજકારણ પણ ગરમાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500