Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-બોરદા માર્ગ પર મોટી દુર્ઘટના ટળી:બસમાં ટેકનીકલી ખામી સર્જાતા થઇ બ્રેક ફેલ:મુસાફરોનો આબાદ બચાવ

  • January 17, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ;સોનગઢ-બોરદા માર્ગ પર એક પછી એક અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે,થોડા દિવસ પહેલા આ માર્ગ પર થયેલા અકસ્માતમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે,તે એક ચિંતાનો વિષય બન્યો છે,ત્યારે વધુ એક અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે,સોનગઢ તાલુકા ના બોરદા ગામના રૂટ પર મુસાફરો લઇ જતી એસટી બસને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે,બોરદા ગામ પાસે આવેલ જલેબી ઘાટ નજીક તા,16મી જાન્યુઆરી નારોજ મુસાફરો લઇ જતી સોનગઢ-બોરદા એસટી બસ નંબર જીજે-18-વાય-8976 ઘાટ ઉતરી રહી હતી તે વેળાએ બસમાં અચાનક ટેકનીકલી ખામી સર્જાતા બ્રેક ફેલ થઇ ગઈ હતી.જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા,જોકે,બસ ચાલક શશીકાંતભાઈ ગામીતે સમય સુચકતા વાપરી સ્ટેયરીંગ પરનો કાબુ જાળવી રાખ્યો હતો અને બસને રોડની સાઈટમાં લઇ લેતા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો,આ બનાવમાં એસટી બસને સામાન્ય નુકશાન થયું હતું,બનાવ અંગે એસટી બસ ચાલકે ડેપો મેનેજરને ટેલીફોનીક જાણ કરી હતી.તેમજ અધ્ધ રસ્તે અટવાઈ પડેલા મુસાફરો માટે તાત્કાલીક ધોરણે મીની બસ ની સુવિધા કરી આપવામાં આવી હતી,

High light-એસટી બસના પાછળના ડાબી તરફ આવતું એરવેક્યુમ સંગ્રહ કરતું ડાયફ્રામ-રબર ટેકનીકલી ખામીના કારણે ફાટી ગયું હતું,બસને સામાન્ય નુકશાન પહોંચ્યું હતું,મુસાફરો માટે અન્ય બસની સુવિધા કરી આપવામાં આવી હતી:ટેપો મેનેજર સોનગઢ
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application