Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ચીખલવાવ પાસે બસ-ટ્રક અને વાન વચ્ચે અકસ્માત:બે જણાને ઈજા:ટ્રક ચાલક ફરાર

  • January 17, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા;વ્યારા-માંડવી માર્ગ પર આવતું ચીખલવાવ ગામના બસ સ્ટોપ પાસે તા.15મી જાન્યુઆરી નારોજ,એક અજાણ્યો  ટ્રક ચાલકે પોતાના ક્બ્જાની ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે માંડવી તરફથી હંકારી લાવી વાનગાડી નંબર જીજે-26-એ-6268 ને આગળના ભાગે અથડાવી દેતા વાન ગાડી ફેંકાઈ જતા બાજુમાં ઉભેલ એસટી બસ નંબર જીજે-18-ઝેડ-3494 ને ડ્રાઈવર તરફથી બોડીને અથડાઈ જતા વાન ગાડી પલ્ટી થઇ ગઈ હતી જેના કારણે વાન ગાડીમાં સવાર ડ્રાઈવર હાર્દિકભાઈ ને માથાના ભાગે સામાન્ય ઈજા તથા રાજુભાઈ ને જમણા હાથના ખભાના પાછળના ભાગે સામાન્ય ઈજા પહોંચાડી ટ્રક ચાલક પોતાના કબ્જાની ટ્રક લઈ ફરાર થઇ ગયો હતો,બનાવ અંગે રાજુભાઈ દિલિપભાઈ હળદર રહે,મિતલનગર-વ્યારા જિ.તાપી મુળ રહે,થાણા ચોપના તા-ધોરા ડુંગરી જિ.બેતુર મધ્ય પ્રદેશ નાઓએ ફરાર અજાણ્યા ટ્રક ચાલક વિરુધ્ધ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ કરી છે,જેમની ફરિયાદને આધારે IPC કલમ-279,337 તથા એમવીએક્ટ 177,184,134 મુજબ બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application