ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાના સપાટામાં આવી રહ્યા છે. જેમાં લેટેસ્ટ મામલો પંજાબનો છે. અહીંયા પટિયાલા જિલ્લાની મેડિકલ કોલેજમાં ભણતા 102 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થતા સરકાર ચોંકી ઉઠી છે. આ તમામ કેસ નવા વેરિએન્ટ ઓમિક્રોનના હોવાની આશંકા છે. તમામ સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. પટિયાલાના તંત્ર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા આ જ જિલ્લાના થાપર ઈન્સ્ટિટ્યુટમાં ભણતા 93 વિદ્યાર્થીઓને પણ કોરોના થઈ ચુકયો છે. દરમિયાન સરકારી હોસ્પિટલમાં પણ 22 એમબીબીએસ વિદ્યાર્થીઓ અને ડોકટરો પણ કોરોના વોઝિટિવ આવ્યા છે. આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોવાથી તેમને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application