તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સરકારની સ્થાયી સૂચના અનુસાર તાપી જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા તમામ પેન્શનરોને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મે-૨૦૧૮ માસમાં વાર્ષિક હયાતિની ખરાઇ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી બી.એફ પટેલ તરફથી અનુરોધ કરાયો છે.
જિલ્લા તિજોરી અધિકારી તરફથી મળતી વિગતો અનુસાર પેન્શનરોએ મે માસ દરમિયાન ખરાઇ કરાવી લેવી જરૂરી છે. જે પેન્શનર મે માસમાં ખરાઇ ન કરાવી શકે તેમને જૂન અને જુલાઇ માસ સુધી છૂટ આપવામાં આવે છે. જૂન અને જુલાઇ માસમાં પણ હયાતિની ખરાઇ કરવામાં નિષ્ફળ જશે તો તેવા પેન્શનરોનું ઓગષ્ટ-૨૦૧૮ના માસથી પેન્શનની રકમનું ચૂકવણું સ્થગિત કરવામાં આવશે. જેની નોંધ લઇ તમામ પેનશનરોએ હયાતિની ખરાઇ સમયમર્યાદામાં કરાવી લેવી. પેન્શનરો જે બેંક મારફત પેન્શન મેળવતા હોય તે બેંકમાં પી.પી.ઓ બુક, બેંક પાસબુક સાથે રૂબરૂ બેંકમાં પહોંચી હયાતિના ફોર્મમાં સહી કરી હયાતિની ખરાઇ કરી પેન્શન પેમેન્ટ સર્ટિફિકેટ બેંકમાંથી મેળવી લેવાના રહેશે એમ જિલ્લા તિજોરી અધિકારી તરફથી જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application