ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ પરંતુ કેટલાક બાળકો અને મોટેરાઓના ગળામાં ઈજાઓ થતા ઉત્તરાયણ હોસ્પિટલમાં પોહચી હતી જેમાં આજે ઉત્તરાયણના દિવસે નાંદોદના નિકોલી ગામનો ચિરાગ અર્જુનભાઈ વસાવા (ઉ.વ.આશરે-૧૪) નામનો ધોરણ આઠમા અભ્યાસ કરતો બાળક ઉત્તરાયણ કરવા ઓરી ગામમાં રહેતા એના ફોઈ ને ત્યાં ગયો જ્યાં રોડ પર ઉભો હતો ત્યાંજ એક પુરપાટ જતી બાઈક માં પતંગનો દોરો ભેરવાયો અને રોડ પર ઉભેલા ચિરાગનું ગળુ કાપી નાખ્યું ત્યારે લોહીલુહાણ થયેલા ચિરાગને તાત્કાલિક રાજપીપળા સિવિલમાં લાવી સારવાર અપાઈ હતી અને ટાકા આવ્યા હતા સદનસીબે ચિરાગનો આબાદ બચાવ થયો હતો ત્યારે તબીબના જણાવ્યા મુજબ ત્રણ દિવસ માં આવા ત્રણેક કેશ આવ્યા હતા.આમ નર્મદા જિલ્લામાં પતંગના દોરાના કારણે ઘણા બાળકો અને આકાશમાં ઉડતા પક્ષીઓ ઇજા પામ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application