તાપીમિત્ર ન્યુઝ,નવસારી:હાસાપોર ગ્રામ પંચાયત વિસ્તારની જમીનમાં ચા-નાસ્તાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શખ્સ પાસેથી રૂપિયા ૪૦૦૦/-ની લાંચ સ્વીકારતા મહિલા સરપંચના પતિને એસીબીએ રંગેહાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર નવસારીના જલાલપોર તાલુકાના હાસાપોર ગ્રામ પંચાયત વિસ્તારની જમીનમાં થ્રિ વ્હીલ ટેમ્પમાં જગદંબા ટી એન્ડ નાસ્તા સેન્ટર નામે ચ્હા-નાસ્તાનો ધંધો છેલ્લા ૨ વર્ષથી કરતા આવેલ શખ્સ પાસે હાસાપોર ગ્રામ પંચાયતના મહિલા સરપંચનો પતિ ધર્મેશકુમાર ભગુભાઈ પટેલ સરપંચ પત્ની ના નામે પંચાયત ના નાનામોટા કામો પોતે કરતા આવેલ હોય,ચા-નાસ્તાની દુકાન ચલાવનાર શખ્સ પાસે પંચાયતની હદમાં ધંધો કરવાના છેલ્લા ૧ વર્ષથી દર મહિને રૂ.૨૦૦૦/- પ્રમાણે ગેરકાયદેસર રૂપિયા લેતા આવેલ હોય,છેલ્લા ૨ માસથી ચા-નાસ્તાની દુકાન ચલાવવાના રૂપિયા ના આપી શકતા શખ્સને મહિલા સરપંચના પતિએ ધંધાની જગ્યા ખાલી કરાવી દેવાની ધમકી આપી રૂ.૪૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.જે અંગેની ફરિયાદ એસીબીને કરવામાં આવતા એસીબી વલસાડ અને ડાંગ દ્વારા તા.૧૧મી એપ્રિલ નારોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું.તે દરમિયાન ગાંધી સ્મૃતિ ફાટક પાસે આવેલ જગદંબા ટી એન્ડ નાસ્તા સેન્ટરમાં રૂપિયા ૪૦૦૦/-ની લાંચ સ્વીકારતા ધર્મેશભાઈ પટેલને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.બનાવ અંગે એસીબીએ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application