નર્મદા જિલ્લાના 587 જેટલાં ગામોમાં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના પદાધિકારીઓના સંકલન થકી નિયત કરાયેલા સમયમાં કોવિડ-વેક્સીનેશનનો બીજો ડોઝ પણ સમયસર લઇ લે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોવિડ વેક્સીનેશન માટે જે લોકો એલિજિબલ હોય તેવા લોકોને પણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ફોન કરીને રસી લેવા માટે બોલાવવામાં આવી રહ્યાં છે. લોકો તરફથી પણ રસી લેવા માટે સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે ડૉ.વિપુલ ગામીતે કોવિડ વેક્સીનેશન માટે જે લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે તેવા લોકોને સમયસર નજીકના કેન્દ્ર પર રસીનો બીજો ડોઝ લઇ લેવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application