Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇરાકનાં એક લગ્ન સમારંભમાં આગ લાગવાથી 100 લોકોનાં મોત, 150થી વધુ લોકો ઘાયલ

  • September 29, 2023 

ઇરાકમાં ખ્રિસ્તીઓના એક લગ્ન સમારંભમાં આગ લાગવાથી 100 લોકોનાં મોત થયા છે. જ્યારે 150થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. આ આગ ઇરાકના નિનેવેહ પ્રાંતમાં હમદાનિયા વિસ્તારમાં લાગી હતી. આ વિસ્તાર ખ્રિસ્તીઓની બહુમતીવાળો વિસ્તાર છે. આ વિસ્તાર મોસુલની બહાર આવેલો છે અને બગદાદથી 335 કિમી ઉત્તર પશ્ચિમમાં આવેલો છે. સત્તાવાર રીતે આગનું કારણ દર્શાવવામાં આવ્યું નથી. જોકે ટેલિવિઝન પર બતાવવામાં આવી રહેલા ફૂટેજમાં સમગ્ર મેરેજ હોલ આગની જ્વાળાઓમાં લપેટાયેલુ જોવા મળી રહ્યું હતું.



ચારેબાજુ આગમાં નાશ પામેલ વસ્તુઓ જોઇ શકાતી હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તે પૈકી કેટલાકને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ઘાયલો માટે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦.૪૫ વાગ્યે આગ લાગી હતી તે સમયે અનેક લોકો ત્યાં ઉજવણી કરી રહ્યાં હતાં. 50 વર્ષીય ફાતેન યોસેફે જણાવ્યું હતું કે વર અને કન્યાએ ધીમે ધીમે નૃત્ય કરવાનું શરૂ કર્યુ તે સમયે આગ લાગી હતી. પ્લાસ્ટિકથી કરવામાં આવેલા ડેકોરેશનને કારણે આગથી ઝડપથી પ્રસરી ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમનું પરિવાર રસોડાના માર્ગે બહાર નીકળવામાં સફળ રહ્યું હતું. મેરેજ હોલના માલિક ચોની નાબુએ આ ઘટના અંગે કોઇ પણ ટિપ્પણ કરવાનો ઇનકાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News