દક્ષિણ પૂર્વ સેન્ટ્રલ રેલવે અંતર્ગત આવતી નાગપુર ડિવિઝનની કચવાની સ્ટેશન પર ત્રીજી લાઈનની કામગીરી ચાલતી હોવાથી સુરત થી આવતી અને સાથે જતી 10 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર એવા સુમિત ઠાકુર દ્વારા એક પ્રેસનોટ જાહેર કરતા માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે,દક્ષિણ પૂર્વ સેન્ટ્રલ રેલવે અંતર્ગત આવતી નાગપુર ડિવિઝનની કચવાની સ્ટેશન પર ત્રીજી લાઈનનું કામગીરી હોવાથી આગામી 4 સપ્ટેમ્બર સુધી સુરત થી આવતી સને સાથે જતી 10 જેટલી ટ્રેનો રદ રહેશે જ્યાં અમદાવાદ હાવડા 4 સેપ્ટેમ્બર સુધી રદ રહેશે અને જ્યારે હાવડા અમદાવાદ જતી ટ્રેનને પણ રદ કરવામાં આવી છે.
આ સાથે આ જ પ્રમાણે સુરત માલદાટાઉન 5 સેપ્ટેમ્બરના રોજ કેન્સલ રહેશે જ્યારે ગાંધીધામ પુરી અને પુરી ગાંધીધામ ટ્રેન 31 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરના રોજ રદ રહેશે.ઓખા શાલીમાર, શાલીમાર ઓખા ટ્રેન પણ રદ કરવામાં આવી છે.જ્યારે શાલીમાર પોરબંદર અને પોરબંદર શાલીમાર ટ્રેન રદ રહેવાની જાહેરાત કરવામાં આવી છે જેથી પહેલાથી ટીકીટ બુક કરાવી ચૂકેલા મુસાફરોને વધુ મુશ્કેલી પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500