મોબાઇલ ફોનને લીધે લોકોનાં જીવનમાં શું થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં નાશિકથી બહાર આવેલ એક ચોંકાવનારો આંકડો છે. આ આંકડા મુજબ નાશિકમાં ફક્ત 5 વર્ષનાં ટૂંકા ગાળામાં 10 હજાર છૂટાછેડાનાં કેસો નોંધાયા છે. આ છૂટાછેડા પાછળનું મુખ્ય કારણ 'મોબાઇલ ફોન' હોવાનું પણ બહાર આવ્યું છે. નાશિક જિલ્લામાં બનેલ છૂટાછેડાનાં આ મોટા પ્રમાણે લોકોની ચિંતામાં વધારો કરાવ્યો છે. કારણ કે છૂટાછેડાનાં આવા મોટા પ્રમાણને લીધે કુટુંબ વ્યવસ્થા પડી ભાંગી રહી છે.
જોકે આ આંકડાઓ પર નજર કરીએ તો નાશિક જિલ્લામાં દરરોજ છૂટાછેડાનાં 15 કેસ કોર્ટમાં નોંધાઇ રહ્યા છે. છૂટાછેડાનાં મુખ્ય કારણ પાછળ મોબાઇલ કારભૂત છે. કારણ કે યુવાવર્ગ મોબાઇલનાં એટલા આધીન બની ગયો છે કે, નોકરી-વ્યવસાય, કેરિયર, કુટુંબ, પત્ની-બાળકો પર યોગ્ય ધ્યાન આપી શકતો નથી અને વધુમાં વધુ સમય મોબાઇલ પર વ્યતીત કરે છે.
ડિજિટલ યુગને લીધે હવે ઓનલાઇન ભણતર, વર્કફ્રોમ હોમ આદિને લીધે ઘરના તમામ સદસ્યો પોતાના સ્વતંત્ર મોબાઇલ ધરાવે છે. પતિ-પત્ની વચ્ચે તેમજ માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંવાદ ઘટયો છે. આ ઉપરાંત ફેસબુક, બોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ સહિતના અન્ય સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ પણ ઘર ભાંગવામાં કારણભૂત બની રહ્યા છે. આ ઉપરાંત પતિ-પત્નીના સંબંધોમાં માતાનો વધારે પડતો હસ્તક્ષેપ સહિતના અન્ય કારણો પણ બહાર આવ્યા છે. નાશિક જિલ્લાના આ આંકડાથી સમાજનો સમજદાર વર્ગ આઘાત પામ્યો છે. કારણ કે, નાશિક જેવા નાના શહેર અને જિલ્લામાં જો છૂટાછેડાનું પ્રમાણ આટલું ઉચું હોય તો ખરેખર રાજ્ય અને દેશમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક હોઇ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500