સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પાણી ભરાવાને કારણે બારડોલી તાલુકાના ૧૦ રસ્તાઓ બંધ કરાયા છે. આ રસ્તાઓ પર વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો હોવાથી વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેર જનતાને જિલ્લા વહીવટ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
બંધ કરાયેલા રસ્તાઓમાં
- ઉતારા,વધવા,કરચકા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ કરચકા મઢી વાત્સલ્યધામનો ઉપયોગ કરવો.
- વાંકાનેર પારડી વાલોડ રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ વાંકાનેર અલ્લુથી મહુવા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરવો.
- જૂની કીકવાડ ગભેણી ફળિયા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ નેશનલ હાઈવે ૫૩ નો ઉપયોગ કરવો.
- સુરાલી ધારીયા ઓવારા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવો.
- સુરાલી કોતમુંડાથી બેલધા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવો.
- સુરાલી ગામે સવિજનકાભાઈના ઘરથી ધારીયા કોઝવે રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવો.
- ખરવાસા મોવાછી જોઈનીંગ સામપુરા રોડ સ્ટેટ હાઈવે ૧૬૫, મોતા અકોટી ઓરગામ સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરવો.
- ખોજ પારડી વાઘેચા જોઈનીંગ સ્ટેટ હાઈવે ૧૬૫ રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ બારડોલી કડોદ રોડ, સ્ટેટ હાઈવે ૧૬૭નો ઉપયોગ કરવો.
- ખોજ પારડીથી વાઘેચા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સ્ટેટ હાઈવે ૧૬૭નો ઉપયોગ કરવો.
- ટીમ્બરવા કરચવા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ તેન અસ્તાન પલસોદ ખોજ રોડનો ઉપયોગ કરવા જાહેર જનતાને અનુરોધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application