Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કંબોડિયાનાં પોઈપેટની હોટલમાં ભીષણ આગ લાગતાં 10નાં મોત, 30 લોકો ઘાયલ

  • December 29, 2022 

કંબોડિયાનાં પોઈપેટમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે તેવી સુત્રો આધારિત માહિતી મળે છે. આ ઘટના બાદ ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટના પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટેલમાં બની હતી. આગમાં લગભગ 50 લોકો ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા હતા.




હોટલમાં લાગેલી આગ કેટલાય કલાકો સુધી ભભૂકી રહી હતી. ઘટના સ્થળનાં કેટલાક ચોંકાવનારી તસ્વીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે, લોકો આગથી બચવા માટે 5માં માળેથી નીચે જમીન પર કૂદી રહ્યા છે. આગને કારણે હોટલને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અત્યાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટલમાં આગની આ ઘટના મોડી રાત આસપાસ બની હતી, જે પછી ભડકેલી આગએ બિલ્ડિંગનાં મોટા ભાગને લપેટમાં લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application