Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા ૧૦ દર્દીઓને રજા અપાઈ : નવા ૬ કેસ સાથે કુલ કેસ ૬૫૦ : એક્ટિવ કેસ ૪૮

  • May 20, 2021 

ડાંગ જિલ્લામા ગુરુવારે ૬ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૦ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૬૫૦ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૬૦૨ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૪૮ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે એક્ટિવ કેસો પૈકી ૮ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, તથા ૪૦ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. "કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૫૬૫ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૬૨૪ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

 

 

 

 

જિલ્લામા આજની તારીખે કુલ ૫૫ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૧૭૨ ઘરોને આવરી લઈ ૭૫૩ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૪૮ બફર ઝોન (એક્ટિવ)મા ૩૧૦ ઘરોને સાંકળી લઈ ૧૨૫૨ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૬૫ RT-PCR અને ૮૩ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૧૪૮ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૬૫ RT-PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૯,૨૬૨ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી ૪૮,૫૪૭ નેગેટીવ રહ્યા છે.

 

 

 

 

વેકસીનેસનની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૧૦૧ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૯૧૯ (૯૮ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૮૦૫૨ (૪૫+) ૪૮ ટકા નાગરિકો મળી કુલ ૩૫૦૭૨ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે જિલ્લામા આ અગાઉ આજદિન સુધી કુલ ૨૫ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે. આજે નોંધાયેલા છ પોઝેટીવ કેસોની વિગતો જોઈએ તો જિલ્લાના સોડમાળ ગામે બે કેસ, જ્યારે આહવા, શિવારીમાળ, રંભાસ, અને નડગખાદી ગામે એક કેસ નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application