Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચેક ગણરાજ્યનાં પ્રાગનાં ડાઉનટાઉનમાં થયેલા શૂટઆઉટમાં 10નાં મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

  • December 22, 2023 

ચેક ગણરાજ્યના પ્રાગના ડાઉનટાઉનમાં થયેલા શૂટઆઉટમાં 10ના મોત થયા છે અને 30થી વધુને ઇજા થઈ છે. આ રીતે ખુલ્લો ગોળીબાર કરનારી વ્યક્તિ પણ મૃત્યુ પામી હોવાનું ચેક પોલીસ અને શહેરની રેસ્ક્યુ સર્વિસે જણાવ્યું હતું. પોલીસે હજી સુધી આ શૂટઆઉટમાં માર્યા ગયેલા પીડિતોની વિગતો આપી નથી અથવા તો કયા સંજોગોમાં ચેક ગણરાજ્યની રાજધાનીમાં ગોળીબાર થયો તેની પણ વિગત આપી નથી. તેઓએ જણાવ્યું હતું કે જેન પેલેસ સ્કવેરમાં આવેલી સ્કૂલ ખાતે થયેલા શૂટિંગ પછી અધિકારીઓને ગોઠવી દેવાયા હતા.



ચોકમાં આવેલો ચાર્લ્સ યુનિવર્સિટીનો ફિલોસોફી વિભાગ ખાલી કરાવવામાં આવ્યો હોવાનું પ્રાગના મેચર બોઙુસ્લાવ સ્વોબોડાએ જણાવ્યું હતું. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ચોકને સીલ કરી દેવાયો છે. લોકોને નજીકની ગલીઓમાં જતાં રહેવાનું અને અંદર રહેવાનું કહેવાયું છે. ચેક ગૃહપ્રધાન વિટ રાકુસાને જણાવ્યું હતું કે ઘટના સ્થળે બીજો કોઈ હુમલાખોર ન હતો, પરંતુ તેણે લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરી હતી. પ્રાગની રેસ્ક્યુ સર્વિસે શૂટર સહિત 11નાં મોત થયા હોવાની અને 30થી વધુને વિવિધ પ્રકારની ઇજા થઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમા 9 ગંભીર છે. આ ઘટનાના પગલે વડાપ્રધાન પીટર ફિયાલાએ તેમની શેડયુલ્ડ ઇવેન્ટસ રદ કરી છે અને તે પ્રાગ આવવા રવાના થયા છે. રુડોલ્ફિનમ ગેલેરીના ડિરેક્ટર પાવેલ નેડોમાએ જણાવ્યું હતું કે, તેમણે બારીમાંથી એક વ્યક્તિને બ્રિજ પર ગોળીઓ છોડતો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application