Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધુબન ડેમમાં 1,03,214 ક્યુસેટ પાણીની આવક વધતાં 10 દરવાજા 4.8 મીટર સુધી ખોલાયા, નદીનાં તટવિસ્તારમાં આવેલ 37 ગામોને એલર્ટ કરાયાં

  • July 28, 2023 

વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં આવેલા 6 ગામોમાં સવારે 8 વાગ્યા સુધી પુરા થતા 24 કલાકમાં મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. હાલ મધુબન ડેમનું લેવલ 72.70 મીટર નોંધાયું છે. ડેમમાં 1,03,214 ક્યુસેટ પાણીની આવક વધતા ડેમનું લેવલ જાળવી રાખવા માટે ડેમના 10 દરવાજા 4.8 મીટર ખુલ્લા રાખીને દમણગંગા નદીમાં દર કલાકે 82,401 ક્યુસેટ પાણી છોડવામાં આવી રહ્યું છે. જે મધ્ય રાત્રિથી વધારીને 2.50 લાખ ક્યુસેક પાણી દર કલાકે છેડવામાં આવશે. દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા દાદરા નગર હવેલી વિસ્તાર, વાપી તાલુકા અને દમણના હદ વિસ્તારમાં દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા કુલ 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.



અધિકારીઓને ગામના અગ્રણીઓ સાથે સતત સંપર્કમાં રહીને નદીઓમાં વધતી જતી જળ સપાટી ઉપર બાજ નજર રાખવામાં આવશે. જરૂર પડે તો તટ વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે રીતે પણ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચીવળવા એલર્ટ છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને ડેમમાં પાણીની આવક વધી રહી છે. મધુબન ડેમના ઉપરવાસમાં આવેલા 6 ગામમાં સવારે 8 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને લઈને ડેમમાં પાણીની આવકમાં ચિંતા જનક વધારો થતાં અને અત્યાર સુધી પડી રહેલા મુશળધાર વરસાદને લઈ મધુબન ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.



જેને લઇ વલસાડ જિલ્લા કલેકટરે દમણ કલેકટર અને સેલવાસ કલેકટર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી બેઠક યોજી, દરિયામાં ભરતીના સમયનો તાગ મેળવી, ડેમમાંથી મોડી રાતથી અઢી લાખ ક્યુસેટ પાણી છોડવામાં આવશે તેવો નિર્ણય લીધો હતો. જેને લઈ દમણ ગંગા નદીના કિનારે આવતા 37 ગામો અને ઉમરગામ તાલુકાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. દમણ ગંગા નદીમાં જળસ્તર વધતું હોય ત્યારે નદીમાં ન જવા જિલ્લા કલેકટરે સૂચના આપી છે. દમણગંગા નદી ભય જનક સપાટી નજીક વહી રહી છે. દમણગંગા નદી વાપી ખાતે રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.



ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં છેલ્લા બે દિવસ થી પાણી ધરખમ વધારો થયો છે ત્યારે ડેમની સપાટી હાલ 72.70 મીટર છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી દર કલાકે તબક્કા વાર પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમમાંથી 1,45,268 ક્યુસેક પાણી 10 દરવાજા 4 મીટરએ ખોલી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. જેને લઈ દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. વલસાડ જિલ્લાના 13 ગામો, દાદરા નગર હવેલીના 14 ગામો, અને દમણના 10 ગામોને સાવચેત કરાયા તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application