ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે સવારે ઉકાઇ ડેમની જળ સપાટી ૩૪૦.૯૬ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૨૮,૯૪૦ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે સામે ડેમનું રૂલ લેવલ ને મેન્ટેન કરવા માટે ડેમમાંથી ૯૮,૭૮૫ ક્યુસેક પાણીનો જથ્થો ડેમના ૧૦ ગેટ વાટે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલને પાર કરીને ૩૪૦.૯૬ ઉપર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. આજરોજ સવારે ૧૧ વાગ્યે ઉકાઇ ડેમમાં ૨૮,૯૪૦ ઇનફલો નોંધાયો હતો અને ડેમની જળ સપાટી વધીને ૩૪૦.૯૬ ફૂટે પહોંચી છે.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યદેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસતા સવારે ૧૦ વાગે પ્રકાશા ડેમ માંથી તાપી નદીમાં ૨૫,૧૨૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના ૨ ગેટ ફૂલ ઓપન કરાયા છે અને પ્રકાશા ડેમની જળ ૧૦૭.૮૦૦ મીટર નોંધાઇ છે .
આજ રીતે પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી સવારે ૬ કલાકે ૨૧૨.૧૯૦ મીટર નોંધાઇ છે ડેમના ૪ ગેટ દોઢ મીટર ઓપન કરાયા છે અને ડેમમાંથી તાપી નદીમાં ૧૪,૯૭૩ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ( ફોટો/વિડીયો : કલ્પેશ વાઘમારે- ઉકાઈ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500