ઉમરગામ નવી નગરી સિવિલ કોર્ટની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા 10 જુગારીને પોલીસે ઝડપી પાડી, દાવના તથા અંગઝડતીમાં મળી આવેલા રોકડા રૂપિયા 22,820/-નો કબ્જે લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રીના ઉમરગામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિ. તથા જુગારના કેસો શોધી કાઢવા ઉમરગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
તે દરમિયાન મળેલી બાતમીને આધારે ઉમરગામ નવી નગરી સિવિલ કોર્ટની બાજુમાં મંજુબેનના મકાનની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં રેઈડ પાડી ગોળ કુંડાળું વળી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા સુનીલ સોલંકી, સુરેશ સોલંકી (બંને રહે.નવી નગરી), સંતોષ સોલંકી, દીપક સોલંકી, મુકેશ સોલંકી (ત્રણેય રહે.જીઆઈડીસી કોલોની) સાહિલ સોલંકી, રાજેશ સોલંકી, ભાવેશભાઈ સોલંકી, સતીષ સોલંકી (રહે.સોળસુંબા નવી નગરી) અને પ્રભાત સોલંકી (રહે.પળગામ ચાર રસ્તા)નાને પકડી પડાયા હતા. આમ, પોલીસે આરોપીઓએ દાવ ઉપર મુકેલા રોકડા રૂપિયા 4300 તથા આરોપીઓની અંગઝડતીમાં મળી આવેલા રોકડા રૂપિયા 18,520 મળી કુલ રૂપિયા 22,820 તથા ગંજીપાના કબ્જે લીધા હતા. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500