મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડના બુહારી ગામના શાકભાજી માર્કેટમા આવેલ દુકાનના ઓટલા ઉપર ગેરકાયદેસર લાઈટના અજવાળમા ગોળ કુંડાળું કરી પૈસાથી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા ૧૦ જુગારીઓને રૂપિયા ૧,૫૧,૫૩૦/-ના મુદ્દમાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૭/૦૮/૨૦૨૪ના રોજ સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બુહારી શાક માર્કેટમા આવેલ દુકાનના ઓટલા ઉપર લાઈટના અજવાળે કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પૈસાથી ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પહોંચી કોર્ડન કરી ઓટલા ઉપર લાઈટના અજવાળામા ગોળ કુંડાળું કરી ગંજી પાનાનો જુગાર રમતા દસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જેમાં અલ્પેશ રમણભાઈ ભંડારી (રહે.બુહારી ગામ, વાણીયાવાડ, તા.વાલોડ), નિકુંજ ભરતભાઈ ભંડારી (રહે.બુહારી ગામ, ભંડારીવાડ, તા.વાલોડ), મયુર રાજુભાઈ રાઠોડ (રહે.બુહારી ગામ, જીન ફળિયું, તા.વાલોડ), પ્રવીણ લાલાભાઈ પટેલ (રહે.પેલાડ બુહારી ગામ, ભવાની ફળિયું, તા.વાલોડ), મનુ ખીમાભાઈ ગામીત (રહે.વિરપોર ગામ, ગામીત ફળિયું, તા.વાલોડ), જનક ભીખુભાઈ આહીર (રહે.અંધાત્રી ગામ, ગામતળ ફળિયું, વાલોડ), અતુલ બાલુભાઈ પટેલ (રહે.પેલાડ બુહારી ગામ, નિશાળ ફળિયું, તા.વાલોડ), કલ્પેશ નારણભાઈ પટેલ (રહે.બુહારી ગામ, જીન ફળિયું, તા.વાલોડ), ચેતન અમ્રતભાઈ પટેલ (રહે.બુહારી ગામ, તળાવ ફળિયું, તા.વાલોડ) અને રાકેશ રમણભાઈ ભંડારી (રહે.બુહારી ગામ, વાણીયાવાડ, તા.વાલોડ)નાઓને સ્થળ ઉપરથી જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા ૨૫ હજાર, તથા અંગઝડતી દરમિયાન મળી આવેલ રોકડ રૂપિયા ૮૧,૫૩૦/-, તેમજ ૯ નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા ૧,૫૧,૫૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી વિનોદભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500