સુરત જિલ્લાનાં ઝંખવાવ ગામમાં કબ્રસ્તાન પાછળ વાડીમાં જુગાર રમી રહેલા 10 જુગારીઓને રૂપિયા 1.64 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝંખવાવ ગામની સીમમાં વાંકલ તરફ જતા રોડ પર આવેલા કબ્રસ્તાનની પાછળનાં ભાગે ઉમેશભાઈ ઉબડાભાઇ ચૌધરીની વાડીની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી.
જેથી એલ.સી.બી. પી.આઈ.નાં સ્માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે બાતમીવાળા સ્થળ પર છાપો માર્યો હતો. જુગારીઓ ભાગે એ પૂર્વે જ પોલીસે 10ને કોર્ડન કરી ઝડપી પાડયા હતા. પોલીસે બનાવનાં સ્થળેથી 1,17,900 રોકડા, 45,500/-નાં 12 નંગ મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂપિયા 1,64,400/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આમ, પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી રાહુલકુમાર પીરૂ વસાવા (રહે.બજાર ફળીયું, ઝંખવાવ ગામ તા.માંગરોળ), ખાનસીંગ નાગરીયા વસાવા (રહે.સીંગલોટી ગામ, જી.નર્મદા), આરીફ યુસુફ કડવા (રહે.નવુફળીયુ આંબાવાડી ગામ, તા.માંગરોળ), અબ્દુલમજીદ અબ્દુલરસીદ પઠાણ (રહે.નેત્રંગ ગામ, જિ.ભરૂચ) ધર્મેશ ધનસુખ પંચાલ (રહે.માંડવી), ઐયુબ કાસમ કડીવાલા (રહે.નેત્રંગ, જિ.ભરૂચ) ઇકબાલ યાકુબ પઠાણ (રહે.નિશાળ ફળીયુ ડુંગરી ગામ, તા.માંગરોળ), અહમદ સુલેમાન પઠાણ (રહે.નેત્રંગ, જિ.ભરૂચ), ઉમેદ ઉબડા ચૌધરી (રહે.ઝંખવાવ, તા.માંગરોળ) અને ભુરા કાળુ કુવાડીયા (રહે.ઝંખવાવ, તા.માંગરોળ)નાંની પોલીસે અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500