ઉત્તરપ્રદેશનાં લખનઉનાં ઇટૌંજામાં ગતરોજ મુંડન વિધિ કરાવવા જઇ રહેલા લોકોથી ભરેલી ટ્રેકટર ટ્રોલી તળાવમાં પડી જતા તેમાં સવાર 10 લોકોનાં મોત નીપજ્યા હતા, જયારે 37 લોકો ઘાયલ થયા હતા. જિલ્લાધિકારીએ જણાવ્યું હતું કે, સીતાપુરથી કેટલાક લોકો ઉનાઇ દેવી મંદિરમાં મુંડન સંસ્કાર માટે જઇ રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે રસ્તામાં ઇટૌંજા વિસ્તારનાં ગદ્દીનપુરવાની પાસે ટ્રેકટર ટ્રોલી બેકાબૂ થઇ તળાવમાં પડી હતી. જેના કારણે તેમાં સવાર લોકો ટ્રેકટર ટ્રોલીને દબાઇ ગયા હતાં.
જોકે પીડિતોનો અવાજ સાંભળીને આસપાસનાં સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતાં અને તેમણે ટ્રેકટર ટ્રોલીની નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. આ ઘટનામાં 10 લોકોનાં મોત થયા છે જેમાં 8 મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસનાં જણાવ્યા અનુસાર ટ્રેકટર ટ્રોલીમાં કુલ 47 લોકો સવાર હતાં. વધુમાં મૃતકોનાં પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર સહિતના વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જયારે રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application