મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ઈન્દુ ગામની સીમમાં આવેલ ઈન્દુ બ્રિજનો ઢાળ ઉતરતા સમયે ટેમ્પોમાંથી રૂપિયા 1.73 લાખથી વધુનાં કાપડનાં પાર્સલની ચોરી થઈ હતી. ચોરી અંગે ટેમ્પો ચાલકે અજાણ્યા ચોર સામે ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાનાં ચાલીસગાંવ તાલુકાનાં બોરખેડે ખુર્દ ગામે રહેતા નીતિનભાઈ આત્મારામભાઈ પાટીલ નાઓ ગત તારીખ 27/10/2023નાં રોજ પોતાના કબ્જાનો ટેમ્પો નંબર MH/19/CY/3498માં કાપડના પાર્સલ નંગ 133 સુરત સારોલી ખાતેથી સુરત નાગપુર ટ્રાન્સપોર્ટમાંથી ભરીને સુરતથી નાગપુર જતાં હતા.
તાપીમિત્ર ના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો..
તે સમયે વ્યારા તાલુકાના ઈન્દુ ગામની સીમમાં ઈન્દુ બ્રિજનો ઢાળિયો ઉતરતા નેશનલ હાઈવે રોડ નંબર-53 ઉપર એક બોલેરો પીકઅપ ટેમ્પો લાઈટ બંધ કરીને આવતો હોય જેથી ટેમ્પો ચાલક નીતિનભાઈ પાટીલને શંકા જતાં તેમને પોતાના કબ્જાનો ટેમ્પો ઉભો રાખી ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પાનાં પાછળનાં ભાગેથી કોઈ અજાણ્યો ચોર ઈસમેં તાડપત્રી કાપી તેમાંથી કાપડના 5 પાર્સલ બોક્ષની ચોરી કરી હતી જેની કિંમત રૂપિયા 1,73,036/- હતી. બનાવ અંગે નીતિનભાઈ પાટીલની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે ચોરી કરી ફરાર થયેલ અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
તાપીમિત્ર ના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500