Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અફઘાનિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી વર્ષનાં 11 લાખ બાળકોને ગંભીર કુપોષણનો સામનો કરવો પડશે

  • May 27, 2022 

અફઘાનિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 11 લાખ બાળકોને ચાલુ વર્ષે અતિ ગંભીર કુપોષણનો સામનો કરવો પડશે તેમ યુએનનાં એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ભૂખમરાનું પ્રમાણ વધતા હોસ્પિટલમાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી રહી છે. ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા હસ્તગત કર્યા પછી યુનાઇટેડ નેશન્સ અને અન્ય સહાયક એજન્સીઓએ મોટા પ્રમાણમાં કાર્યક્રમો શરૂ કરીને ભૂખમરાની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કર્યા હતાં.




જોકે, આ પ્રયત્નો સતત કથળી રહેલી પરિસ્થિતિને પહોંચી વળવામાં અસમર્થ હતાં. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનાજના ભાવ સતત વધી રહ્યાં છે ત્યારે અફઘાનિસ્તાનમાં કુપોષણ અને ભૂખમસ્ની સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. બાળકોની સાથે તેમની માતાઓ પણ કુપોષણ અને ભૂખમરાનો સામનો કરી રહી છે. તેના કારણે સ્તનપાન કરાવતી માતાઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.




30 વર્ષીય નાઝિયાના જણાવ્યા અનુસાર, કુપોષણને કારણે તેના ચાર બાળકોનાં મોત થયા છે. જેમાં બે દીકરા અને બે દીકરીઓનો સમાવેશ થાય છે. આ ચારેય બા ળકોના મોત બે વર્ષથી ઓછી ઉંમરમાં થયા હતાં. નાઝિયાના જણાવ્યા અનુસાર તેનો પતિ રોજમદાર મજૂર છે અને તેને ડ્રગ્સ લેવાની ટેવ હોવાથી તે ખૂબ જ નાણાં ઘરમાં આપે છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં અનેક પુરુષો ડ્રગ્સના વ્યસની બની ગયા છે.




યુએનની બાળકો માટે કામ કરતી એજન્સી યુનિસેફના અફઘાનિસ્તાનના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર કુપોષણને કારણે હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યા સતત વધી રહી છે. માર્ચ, 2020માં હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકોની સંખ્યા 18,000 હતી. જે વધીને માર્ચ, 2021માં 28,000 થઇ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application