તાપી જિલ્લામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લામાં ગત ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવનો ૧ જ કેસ નોંધાયો છે.આ દર્દીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે ૧૬ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી છે. હાલ ૬૨ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, તા.૩૦મી મે ના રોજ વાલોડનાં તીતાવા ગામમાં ૨૫ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૩૮ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૬૫૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૮૬૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૧ દર્દીઓના મોત નિપજ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application