તાપી જીલ્લાના વ્યારામાં આજરોજ કોરોના પોઝીટીવ નો નવો 1 કેસ સામે આવ્યો છે,
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.-18મી જાન્યુઆરીના રોજ જીલ્લામાં વ્યારાના મહાદેવ નગર સોસાયટીમાં 40 વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 883 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 2 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 836 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 233 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં માત્ર 7 દર્દીઓ કોરોના ની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500