ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં પડેલ વરસાદ ને લઈ ડેમમાં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ના 22 દરવાજા પૈકી 14 દરવાજા ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા તા.30મી ઓગસ્ટ નારોજ ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ નું રુલ લેવલ જાળવવા ડેમ ના 22 દરવાજા પૈકી, 14 દરવાજા 6 ફૂટ ખોલી 1 લાખ 41 હજાર કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.
હાલ ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ તો તા.30મી ઓગસ્ટ નારોજ સવાર ના 11:00 કલાકે ઉકાઈ ડેમની સપાટી 335.48 ફૂટ પર પહોચી છે. જયારે ડેમમાં પાણી આવક 109708 કયુસેક છે. તેની સામે 141533 કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ નદીના આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500