Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે બારડોલીમાં કોરોનાથી 1 મોત, 15 પોઝીટીવ દર્દી નોંધાયા

  • September 02, 2020 

કાતિલ કોરોનાના કહેર વચ્ચે કોરોનાની સારવાર લઇ રહેલા અને બારડોલીના મહાવીર નગરમાં રહેતા 54 વર્ષીય પુરુષનું આજરોજ મોત નીપજ્યું છે, આ સાથે તાલુકામાં આજદિન સુધી કુલ 25 દર્દીઓના મોત નીપજ્યા છે,

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.1મી સપ્ટેમ્બર નારોજ બારડોલી શહેર સહિત તાલુકામાં કોરોનાના વધુ 15 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 698 થયો છે. જે પૈકી કુલ 560 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 113 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કુલ 25 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 206 સેમ્પલ લેવાયા છે. તમામનો રીપોર્ટ પેન્ડીંગ..

 

આજે બારડોલીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ

(1) 33 વર્ષીય પુરુષ, મારુતીધામ, ઈશરોલી-બારડોલી

(2) 32 વર્ષીય મહિલા, મારુતીધામ, ઈશરોલી-બારડોલી

(3) 15 વર્ષીય યુવતી, મારુતીધામ, ઈશરોલી-બારડોલી

(4) 20 વર્ષીય યુવતી, ડ્રાઈવર કોલોની,બાબેન-બારડોલી

(5) 31 વર્ષીય પુરુષ, મ્હાયાવાંસી ફળિયું,મોટી ફળોદ-બારડોલી

(6) 25 વર્ષીય મહિલા, ઇસ્લામપુરા-બારડોલી

(7) 75 વર્ષીય આધેડ, પટેલ નગર-બારડોલી

(8) 48 વર્ષીય, પુરુષ, કણબીવાડ, મઢી-બારડોલી

(9) 46 વર્ષીય પુરુષ, કણબીવાડ, મઢી-બારડોલી

(10) 15 વર્ષીય યુવતી, કણબીવાડ, મઢી-બારડોલી

(11) 70 વર્ષીય વૃધ્ધા, કણબીવાડ, મઢી-બારડોલી

(12) 58 વર્ષીય પુરુષ, વધવાણીયા-બારડોલી

(13) 48 વર્ષીય પુરુષ, પંડા ગામ-બારડોલી

(14) 35 વર્ષીય પુરુષ, ગવર્મેન્ટ ક્વોટર્સ -બારડોલી

(15) 54 વર્ષીય પુરુષ, મહાવીર નગર-બારડોલી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application