પર્દાફાશ તાપી એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમએ કર્યો છે, આ મામલે દારૂ સહિત કુલ રૂપિયા 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે,જયારે 1 આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરાયો છે.
મળતી માહિતી અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક તાપીનાઓ દ્વારા પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સંબંધિત ગુન્હાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આર.અમે.વસૈયા પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, તાપી વ્યારા નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પીએસઆઈ પી.એમ.હઠીલા-એલ.સી.બી. તાપીનાઓ તથા પેરોલ ફલો સ્કોર્ડ સ્ટાફના માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
ઇંગ્લિશ દારૂની કુલ 1740 ટીન-બોટલો મળી આવી
તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા વિનોદભાઈ ગોકળભાઈ નાઓને મળેલ ખાનગી બાતમીનાં આધારે સોનગઢનાં નવા આર.ટી.ઓ. પાસે નેશનલ હાઇવે નંબર-53 ઉપરથી ટાટા ટેમ્પો નંબર MH/04/HD/3571ને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાંથી કાંદાની ગુણની આડમાં સંતાડી હેરાફેરી કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની કુલ 1740 ટીન-બોટલો મળી આવી હતી.
કુલ રૂપિયા 2,25,800/-નાં મુદ્દામાલ કબ્જે કરાયો
આ મામલે હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક ગણેશભાઈ શંકરભાઈ માળી (ઉ.વ.44) મૂળ રહે.કાપડના ગામ, માહડીવાડા, મઢી ચોક જિ.ધુલિયા હાલ રહે.પ્લોટ નંબર 261/1, રામેશ્વરમ નગર, ડીંડોલી, સુરત)નાની અટકાયત કરવામાં આવી હતી.પોલીસે ટેમ્પો ચાલકના કબજામાંથી 1 નંગ મોબાઇલ, 18 નંગ કાંદા ભરેલી ગુણો, ટેમ્પો તથા આરોપીનાં દસ્તાવેજો મળી કુલ રૂપિયા 2,25,800/-નાં મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી દારૂ ભરી આપનાર/મંગાવનાર કાંતિલાલ નાનાભાઈ જાધવ રહે,નંદુરબાર-મહારાષ્ટ્ર હાલ રહે,આસપાસ મંદિર પાસે લીમ્બાયત-સુરત નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સફળ કામગીરી કરનાર એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમ-તાપી
તાપી એલસીબીના પીએસઆઈ પી.એમ.હઠીલા,હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈ, જયેશભાઈ લીલકિયા, પોલીસ કોન્સ્ટેબલ રવીન્દ્રભાઈ તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડના હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ રમેશભાઈ, લેબજીભાઈ પરબતજી તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ, વિનોદભાઈ ગોકળભાઈ, દીપકભાઈ સેવજીભાઈ તેમજ રાહુલભાઈ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500