તાપી જિલ્લામાં કોરોનાએ ફરી એક વખત માથું ઉચક્યું છે. જોકે તંત્ર દ્વારા કોરોનાને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે.
તા.૨૪મી એપ્રિલ નારોજ તાપી જિલ્લાના વ્યારાની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં ૫૨ વર્ષીય પુરુષ અને સોનગઢના નિસાણા ગામના નિશાળ ફળીયામાં રહેતી ૨૧ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.જેને લઇ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.આ સાથે હવે તાપી જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૪ કેસ એક્ટીવ છે, આપને અહી જણાવી દઈએ છીએકે, તાપી જિલ્લામાં સાત માસ બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે, જરૂર જણાય ત્યાં સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરવું, જાહેર સ્થળો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં મોઢે માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. તાપીમિત્ર દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application