માહિતી વિભાગ દ્વારા સુરત, પોલિયો રસીકરણ અભિયાન હેઠળ સુરત જિલ્લામાં ચાર દિવસ સુધી બુથ પર તથા ઘરેઘરે જઈને બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં પોલિયો અભિયાન દ્વારા ૦ થી ૫ વર્ષના ૧,૮૬,૯૨૦ બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
પોલિયો અભિયાન હેઠળ સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા RCH અધિકારી ડો. પિયુષ શાહના આયોજન થકી સુરત જિલ્લાના ૦૯ તાલુકામાં ૮૨૧ બૂથ ઉપર તા.૨૮મી મેના રોજ કુલ ૧,૫૮,૭૫૬ બાળકોને પોલીયો પીવડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તા.૨૯મીએ ૧૭૦૪૮ બાળકો, તા.૩૦મીએ ૧૦૫૭૭ બાળકો, તા.૩૧મી મેના રોજ ઘરેઘરે ફરીને ૫૩૯ બાળકોને પોલીયોની રસીનો ડોઝ પીવડાવવામાં આવ્યો હતો.
આમ, કુલ ૦૪ દિવસમાં જિલ્લામાં ૧,૮૬,૯૨૦ બાળકોને પોલીયોની રસી પીવડાવીને સુરક્ષિત કરાયા હતા. સુરત જિલ્લાના જનસમુદાયને નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટેનું સપનું સાકાર કરવા માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા કટિબધ્ધતાપૂર્વક કાર્ય કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500