ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની કુલ વાવેતરની સરેરાશ ૭૫,૬૮૮ હેક્ટરની નોંધવામાં આવી છે. તેની સામે ગાંધીનગર જિલ્લામાં ચારે તાલુકામાં મળીને ૭,૨૯૦ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રવિ મોસમ દરમિયાન અત્યાર સુધીમાં સોથી વધુ વાવેતર માણસા તાલુકામાં ૨,૯૭૭ હેક્ટરમાં, બીજા ક્રમે ગાંધીનગર તાલુકામાં ૨,૮૩૬ હેક્ટરમાં, ત્રીજા ક્રમે દહેગામ તાલુકામાં ૮૫૦ હેક્ટરમાં અને સૌથી ઓછું વાવેતર કલોલ તાલુકામાં ૬૨૭ હેક્ટરમાં થયાનો રિપોર્ટ જિલ્લા ખેતીવાડી શાખાને મળ્યો છે.
બટાટાનાં કુલ ૧,૭૩૧ હેક્ટરમાં થયેલા વાવેતરમાંથી ગાંધીનગર તાલુકામાં ૧,૧૮૬ હેક્ટરમાં, દહેગામ તાલુકામાં ૩૦૦ હેક્ટરમાં, માણસા તાલુકામાં ૨૪૦ હેક્ટરમાં અને કલોલ તાલુકામાં માત્ર ૫ હેક્ટરમાં બટાટા વવાયા છે. જ્યારે પિયત ઘઉંનું વાવેતર સૌથી વધુમાણસા તાલુકામાં ૪૦૧ હેક્ટરમાં ગાંધીનગર તાલુકામાં ૨૬૮ હેક્ટરમાં, દહેગામ તાલુકામાં ૨૪૦ હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૧૨૦ હેક્ટરમાં થયું છે. રાઇનું વાવેતર માણસા તાલુકામાં ૪૪૩ હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં ૩૨૨ હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૨૩૫ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. ચણાનું વાવેતર ૧૨૫ હેક્ટરમાં થયું છે.
તેમાં માણસા તાલુકામાં ૭૮ હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં ૩૭ હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૧૦ હેક્ટરમાં થયું છે. જ્યારે તમાકુનું વાવેતર કલોલ તાલુકામાં ૨૫ હેક્ટરમાં અને ગાંધીનગર તાલુકામાં ૧૧ હેક્ટરમાં મળીને કુલ ૩૬ હેક્ટરમાં વાવેતર થયું છે. ઘાસચારામાં માણસા તાલુકામાં ૧,૪૧૩ હેક્ટર, ગાંધીનગર તાલુકામાં ૭૦૯ હેક્ટર, દહેગામ તાલુકામાં ૨૩૦ હેક્ટર અને કલોલ તાલુકામાં ૧૮૦ હેક્ટર મળીને ૨,૩૨ હેક્ટરમાં વાવેતર કરાયું છે. તો શાકભાજીનું કુલ વાવેતર ૮૩૭ હેક્ટરમાં થયું છે. તેમાં માણસા તાલુકામાં ૪૦૨ હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં ૩૦૩ હેક્ટરમાં, દહેગામ તાલુકામાં ૮૦ હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૫૨ હેક્ટરમાં વાવેતર થયાના અહેવાલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500