તાપી જીલ્લાના સોનગઢ પાસે હાઇવે પર આવેલ જેસિંગપુરા ટેકરા પાસેથી બાતમીના આધારે પોલીસે એક ટ્રક અટકાવી એમાંથી ગેરકાયદે લઈ જવામાં આવતી 0૯ ગાય અને 0૪ વાછરડાં કબ્જે લીધા હતા અને બે આરોપીની અટક કરી હતી.
સોનગઢ પોલીસને તાપી કન્ટ્રોલ રૂમમાંથી સૂચના મળી હતી કે, એક ટ્રક નં.એમએચ/૫૦/એન/૮૭૦ માં ગેરકાયદે ગાય-વાછરડાં ભરવામાં આવ્યા છે. ગૌરક્ષકોએ વધુમાં પોલીસ ને જણાવ્યું કે આ ટ્રક હાલ ટોલનાકુ વટાવી આગળ નીકળી છે. આ અંગે પોલીસે હાઇવે પર વોચ ગોઠવતા બાતમી પ્રમાણેની ટ્રક મળી આવી હતી. ટ્રકમાં તપાસ કરતા એમાં ટૂંકી દોરી થી બાંધેલ અને ખીચોખીચ હાલતમાં ભરવામાં આવેલ 0૯ ગાય અને 0૪ વાછરડાં મળી આવ્યા હતા. પોલીસે ટ્રકચાલક રાકેશ બીધીચંદ કૌન્ડલ ગો-જેવીક એગ્રો બેલવડે હવેલી તા.કરાડ જી.સતારા મૂળ હિમાચલ અને એની સાથે મળી આવેલ તન્વીર હુસેન ચૌધરી રહે.ગો જેવીક એગ્રો બેલવડે હવેલી તા.કરાડ જી.સતારા મૂળ મુંબ્રા થાણાની અટક કરી પૂછપરછ કરી હતી. એમાં મળેલ હકીકત મૂજબ આ ગાય વાછરડાં રાજકોટથી ભરવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્રના સતારા જીલ્લામાં લઈ જવાતાં હતા. આ ગાય વાછરડાં ગૌરવ અપ્પા સોનનાવરે રહે.મહારાષ્ટ્ર એ ભરાવ્યાં હતા અને એ આગળ નીકળી ગયો હતો. આ બનાવમાં કુલ ૧,૯૦,૦૦૦/-ની કિંમતના ગાય વાછરડાં અને ૫,00,000/-ની ટ્રક મળી કુલ ૬,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ટ્રક ચાલક અને અન્ય એકની અટક કરી હતી જ્યારે ગાયો ભરાવનાર ગૌરવ ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500