Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ અને ‘મિલેટ્સ વર્ષ’ની ઉજવણી કરાઈ

  • August 08, 2023 

નર્મદા જિલ્લામાં નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઝુંબેશની અનેકવિધ થીમ હેઠળ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ તેમજ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખએ મહિલાઓના શિક્ષણ અને પોષણ પર વિશેષ ભાર આપતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાની મહિલાઓ-દીકરીઓમાં પોષણનું સ્તર સારુ હશે તો તેમની સમજશક્તિ અને સર્વાંગી વિકાસમાંસકારાત્મક પ્રભાવ જોવા મળશે. પોષણયુક્ત આહારના ઉપયોગથી શિક્ષણક્ષેત્રે પણ સારો દેખાવ અને રૂચિ કેળવાશે. વધુમાં પ્રમુખશ્રીએ પરંપરાગત ખેત પેદાશ મિલેટ્સ (જુવાર,બાજરી, નાગલી, રાગી)ને દૈનિક જીવનમાં આહાર તરીકે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.



ઉપરાંત, આંગણવાડીમાંથી ટેક હોમ રેશન તરીકે આપવામાં આવતા પોષણક્ષમ આહાર માતૃશક્તિના ઉપયોગ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણસ્તરમાં સુધારો લાવવા માટે ગ્રામજનોને જાગૃત કરવા અંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ગામના આગેવાનોને રચનાત્મક સૂચનો કર્યા હતા. 'વિશ્વ સ્તનપાન સપ્તાહ' ની ઉજવણી પ્રસંગે રેલી દ્વારા ગ્રામજનોમાં જાગૃતતા કેળવવા રેલી, પોષણસુત્રો, સીએસટીસી અને મેટરનિટી સાથે પણ તેઓશ્રીએ સંવાદ સાધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર સ્થળો તેમજ સગર્ભા-ધાત્રી અને ઓછા વજન ધરાવતા બાળકોના ઘરે પોષણસુત્ર લખીને જાગૃત કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓછા વજન વાળા બાળકો ને કાંગારુ મધર કેર દ્વારા કાળજી રાખવા, બાળક ના જન્મના છ મહિના સુધી ફકત માતાનું ધાવણ આપવાનું, 6 માસ પૂર્ણ થયેથી રાબ, શિરો, દાળ, ઢીલી ખીચડી, મસળેલું કેળું, બાફેલું બટાકા વગેરે આપવું તથા 2 વર્ષ માતાનું ધાવણ ચાલુ રાખવા બાબતે ચર્ચા-વિચારણા થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application