ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન સાથે ઉજવાઇ રહેલા નારી વંદન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે, વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલા સ્વાવંલબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વેળા ડાંગ જિલ્લા કુટિર ઉદ્યોગ કચેરીના દ્વારા વિદ્યાર્થીઓને મહિલા કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામા આવી હતી. જ્યારે જિલ્લા રોજગાર કચેરીના યંગ પ્રોફેશનલ દ્વારા સ્વરોજગારલક્ષી, અને કારકિર્દી માર્ગદર્શનની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો.હિરેન ધોલરિયા, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહિલા બાળ વિકાસ વિભાગના અલગ અલગ માળખાઓ જેવા કે DHEW, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલપલાઇન, પી.બી.એસ.સી, મહિલા વિવિધલક્ષી કેન્દ્ર, નારી અદાલતના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને IEC મટેરીયલ્સનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500