તારીખ ૧ લી ઓક્ટોબર ને રવિવારે ડાંગ જિલ્લામાં યોજાનારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં ગુજરાત વિધાન સભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. દેશ સમસ્તમાં યોજાઇ રહેલા કાર્યક્રમોના અનુસંધાને ડાંગ જિલ્લામાં પણ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. ત્યારે તા.૧લી ઓક્ટોબરના કાર્યક્રમના આયોજન વ્યવસ્થા અંગે તાજેતરમાં કલેક્ટરશ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી.
દરમિયાન કલેક્ટરશ્રી મહેશ પટેલે અધિકારી/કર્મચારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમનું સુચારુ આયોજન ઘડી કાઢવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની વિસ્તૃત છણાવટ કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમકશ્રી એસ.બી.તબિયારે સવારે ૧૦થી ૧૧ કલાક દરમિયાન, એક કલાક માટે આ મહાનુભાવો સ્વચ્છતા માટેના શ્રમદાનમાં જોડાશે. સાથે સાથે ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોમાં પણ એક કલાકના શ્રમદાનના કાર્યક્રમો આયોજિત કરાયા છે તેમ જણાવ્યુ હતું. આ કાર્યક્રમના અનુસંધાને ગત તા.૨૪ મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છતા અભિયાન’ હાથ ધરાયું હતું, તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application