Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગનાં વિદ્યાર્થીઓએ તેમજ અધ્યાપકો દ્વારા ‘મિટ્ટી યાત્રા’ સહ તિરંગા યાત્રા યોજાઈ

  • August 15, 2023 

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાન તેમજ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાનના અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના વિદ્યાર્થીઓએ તેમજ અધ્યાપકો દ્વારા નેત્રંગ મામલતદાર અનિલભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને "મિટ્ટી યાત્રા" અને તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આચાર્યશ્રી ડૉ. જી આર પરમારના નેતૃત્વ હેઠળ "મિટ્ટી યાત્રા" રેલીનું આયોજન થયું હતું. IQAC કો-ઓર્ડીનેટર ડૉ.જશવંત રાઠોડના સંનિષ્ઠ પ્રયાસોથી અને NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય વસાવા અને ડૉ.જયશ્રી દેસાઈના સરસ આયોજન હેઠળ યાત્રા કોલેજ કેમ્પસથી નેત્રંગ ચાર રસ્તા તેમજ મામલતદાર કચેરી અને પરત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે પાછી ફરી હતી.



વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જાણે અજબનો જુવાળ જોવા મળ્યો હતો. ભારત માતાકી જય, વંદે માતરમ અને મેરી મિટ્ટી મેરા દેશ જેવા સૂત્રોચાર કરી અમર શહીદોને નમન કરી આ રેલી નેત્રંગ તાલુકામાં દેશભક્તિનો સંદેશ પહોંચાડવામાં સફળ રહી હતી. રેલીના અંતે વિદ્યાર્થીઓ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે નવું ભારત એ થીમ અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકા પંથકમાં દરેક નાગરિકો આઝાદીના ઉત્સવને રંગે ચંગે ઉજવે એવો સંદેશ આ રેલી દ્વારા ફેલાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application