આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો હેતુ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા નાયકો, શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. 'મારી માટી મારો દેશ' અભિયાનની દેશ-રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે બારડોલી તાલુકાના ઉવા ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉવા પ્રાથમિક શાળામાં દેશના વીર સપૂતોને નમન સાથે ઉજવણી ગ્રામજનોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઉવા ગામે વીર શહીદોના નામ સાથેની શિલાફલકમનુ અનાવરણ, ગ્રામજનોએ હાથમાં માટી લઈ પંચપ્રણ પ્રતિજ્ઞા લેવાની સાથે સેલ્ફી લીધી હતી. સાથે જ વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ અને વીરોને વંદન સહિત અંતમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application