Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નારી વંદન ઉત્સવ નિમિતે ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરાઇ

  • August 08, 2023 

મહિલા અને બાળ અધિકારીની કચેરી, ડાંગના ઉપક્રમે નારી વંદન ઉત્સવ નિમિતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણીના ભાગરૂપે, કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા એડ્વોકેટ દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ કાયદાની સમજણ આપવામાં આવી હતી. મનોવૈજ્ઞાનિક દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ (પરિવાર અને કામકાજ વચ્ચે સંતુલન) પર સમજણ પુરી પાડવામાં આવી હતી. મહિલા કર્મયોગી દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ વિભાગોમા પોતાના ક્ષેત્રોમા વિશિષ્ટ યોગદાન પ્રદાન કરતી મહિલાઓનુ મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યુ.



જેમાં ASIને તેમના પોલિસ વિભાગમાં ૨૫ વર્ષથી સેવા આપવા બદલ અને આંગણવાડીમાં ૧૭ વર્ષથી ફરજ બજાવતા હતા, અને મુખ્ય સેવીકા તરીકે ૧૨ વર્ષ એમ કુલ ૨૯ વર્ષથી આઈસીડીએસ વિભાગમાં સેવા આપવા બદલ, જેઓ આંગણવાડી કાર્યકર તરીકે ૧૩ વર્ષથી આઈસીડીએસ વિભાગમાં સેવા આપવા બદલ, (આરોગ્ય ક્ષેત્ર) મહાલપાડા સબ સેન્ટર પ્રા.આ.કે. ગાઢવી ખાતે રસીકરણ ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારમાં ખુબ જ સારી કામગીરી કરવા બદલ, બીજુબાલા પટેલ (શિક્ષણ ક્ષેત્ર) જેઓને વર્ષ ૨૦૨૨-૨૩ માં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરેલ હોવાથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે) નેહાબેન મકવાણા (મહિલા અને બાળ વિભાગ) જેઓ ૩ વર્ષથી ૧૮૧ અભયમમાં કામગીરી કરી રહ્યા છે, અને એમને કાઉન્સેલીગ ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ, જિનીકાબેન પી.વસાવા, નાયબ ચીટનીશ જિલ્લા પંચાયત મહેકમ શાખામાં કર્મયોગી બદલ, સંદુરીબેન પ્રકાશભાઈ ભોયે તાલુકો વઘઇ સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન, નાગરિક મિત્ર તરીકેની સારી કામગીરી બદલ, રીનાબેન પવાર, ફેડરેશન અને કો ઓપરેટિંગ બાબતે બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટે બચત અને ધિરાણ કરી બહેનોને નાણાકીય પગભર થાય તે માટેની કામગરી બદલ, ને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application